આ શાકભાજીની ખેતી કરો, થઈ જશો કરોડપતિ : અેક કિલોનો ભાવ છે 82 હજાર રૂપિયા

મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. પેટ્રોલ-ડિઝલથી લઈને શાકભાજીના ભાવ વધી રહ્યા છે. જેના કારણે લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યુ છે. પરંતુ આજે અમે તમને એક એવી ભાજી અંગે જણાવી રહ્યા છીએ. જેનો ભાવ સંભળીનેતમને અન્ય વસ્તુઓના ભાવ ઓછા લાગશે. હોપ શુટ નામની ભાજીની કિંમત 1000 યુરો એટલે કે 82,000 રૂપિયા પ્રતિ કિલો છે.

બ્રિટેન, જર્મની સહિત અનેક યુરોપીય દેશોમાં તેની ખેતી થાય છે. આ ભાજી માત્ર તમે વસંત ઋતુમાં જ ઉગાડી શકો છો. આ ભાજી જંગલમાં વાવવામાં આવે છે. આ ભાજીમાંથી શાક બનાવવામાં આવે છે તેમજ તેના ફૂલમાંથી આચાર પણ બનાવવામાં આવે છે. છે. આ ભાજીને વધવા માટે થોડો તડકો અને ભેજની જરૂર પડે છે. તેની ખાસિયત એ છે કે તે એક દિવસમાં છ ઈંચ સુધી વધી જાય છે.

ભારતના હિમાચલમાં પણ હોપ શુટસ જેવી એક પ્રકારની ભાજી ઉગાડવામાં આવે છે. તે ભારતથી બહાર 30 થી 40 હજાર રૂપિયા કિલોના ભાવે સરળતાથી વેચાય છે. આ ભાજીનુ નામ ગુચ્છી છે. તેનુ વૈજ્ઞાનિક નામ માર્કુલા એસ્ક્યુપલેટા છે. તેને સપંજ મશરૂમના નામથીપણ ઓળખવામાં આવે છે. તેમાં વિટામીન બી,સી,ડી અને કે નું પ્રમાણ ભરપુર હોય છે. આ ભાજીને શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *