સુપરસ્ટાર રનીજકાંતની દીકરી કરશે બીજા લગ્ન, જાણો તેના થનાર પતિ વિશે

સુપરસ્ટાર રજનીકાંતની દીકરી સૌંદર્યા બીજી વખત લગ્ન કરવા જઇ રહી છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં તે એકટર-બિઝનેસમેન વિશગન વનાંગામુડીની સાથે સાત ફેરા લેશે. મળતી માહિતી પ્રમાણે તો બંને એ એક પ્રાઇવેટ સેરેમનીમાં સગાઇ પણ કરી લીધી છે. આપને જણાવી દઇએ કે ગયા વર્ષે જ સૌંદર્યાના પોતાના પહેલાં પતિ અશ્વિન રાજકુમારથી છૂટાછેડા થઇ ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સના મતે 35 વર્ષના એકટર વિશાગનના પણ આ બીજા લગ્ન છે. આની પહેલાં તેમણે એક મેગેઝીન એડિટર કનિખા કુમારન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ સંબંધ બહુ લાંબા દિવસ સુધી ચાલ્યો નહીં. હાલ કનિખા પ્રોડ્યુસર વરૂણ મનિયનની પત્ની છે. વિશાગન એક દવા કંપનીનો માલિક છે. તેનો ભાઇ એસએસ પોનમુડી તામિલનાડુની પ્રખ્યાત પોલિટિકલ પાર્ટી ડીએમકેના મોટા નેતા છે.

આપને જણાવી ધઇએ કે સૌંદર્યા રજનીકાંત અને આર.અશ્વિનના ગયા વર્ષે છૂટાછેડા થઇ ગયા છે. રજનીકાંતની દીકરી સૌંદર્યાએ 2016મા છૂટાછેડા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના લગ્નને સાત વર્ષ થઇ ગયા હતા અને 2017મા બંને એ સહમતિથી છૂટાછેડા લીધા. બંનેને એક દીકરો વેદ પણ છે.

થોડાંક સમય પહેલાં જ પોતાના લગ્ન અંગે સૌંદર્યાએ કહ્યું હતું કે ધનુષ અને મારા પપ્પાની લાઇફસ્ટાઇલ એક જેવી છે. મારી બહેનને લગ્ન બાદ ખાસ મુશ્કેલી પડી નહોતી. પરંતુ હું તો મારા લગ્નના ત્રણ વર્ષ બાદથી કેટલીક મુશ્કેલીઓ ઝીલી રહી હતી અને હું અત્યાર સુધી એડજસ્ટ જ કરી રહી હતી કારણ કે અશ્વિનની લાઇફસ્ટાઇલ એકદમ અલગ છે.

કહેવાય છે કે બંનેના પરિવારે આ લગ્નને બચાવાની પૂરી કોશિષ કરી હી. પરંતુ સૌંદર્યા માની નહી અને છૂટાછેડા લઇ લેવાનું નક્કી કરી લીધું હતું. સૌંદર્યાના લગ્ન 2010મા અશ્વિન સાથે થયા હતા. અશ્વિન એક બિઝનેસમેન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *