મુકેશઅંબાણીએ આમ ને આપ્યું તેની પુત્રી ઇશાના લગ્નનું પહેલું આમંત્રણ,અને સાથે આપ્યા 51 લાખ

નમસ્કાર મિત્રો મુકેશ અંબાણી એ સોમવારે ઉત્તરાખંડ ના કેદારનાથ અને બદ્રીનાથ આ બે સ્થળો ના દર્શન કર્યા હતા. અને પોતેજ તેમણે પોતાની દીકરી ના લગ્ન ની કંકોત્રી આપી ને દેવતાઓને અર્પિત કરી હતી .તેમણે એ અગાઉ સિદ્ધિવિનાયક મંદિરમાં લગ્ન કાર્ડ આપ્યું હતું. હિમવર્ષાને કારણે, મુકેશ અંબાણીને હેલિપેડ થી બદ્રીનાથ મંદિર સુધી ચાલીને મુસાફરી કરવી પડી હતી.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી. મોટા ઉદ્યોગપતિ અજય પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે ઈશાના લગ્નનો નિર્ણય લેવામાં આવ્યો છે. 12 ડિસેમ્બરે ઈશા અંબાણી અને આનંદ પિરામલ લગ્નના બંધન માં બંધાસે.

મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે દેવના સ્થળે પહોંચ્યા હતા એક અધિકારીએ કહ્યું કે મુકેશ અંબાણી કેદારનાથ મંદિરમાં લગભગ એક કલાક માટે પ્રાર્થના કરી રહ્યા હતા તેમણે બાબાના દર પર લગ્ન કાર્ડ પણ અર્પિત કર્યું હતું અને મંદિર પર રૂ. 51 લાખનું દાન પણ આપ્યું હતું

અહેવાલો અનુસાર ઇશા અંબાણી 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં લગ્ન કરી રહી છે. લગ્ન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નિવાસસ્થાન પર રાખવા માં આવ્યા છે . આ લગ્ન ભારતીય પરંપરાઓ અને રીત રિવાજો મુજબ થસે . લગ્નના પહેલા સપ્તાહમાં ઉદયપુરમાં એક મોટો સમારંભ થસે . આ સમારંભમાં મોટા કલાકારો અને સિલ્પકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *