ગુજરાતમાં આવેલું છે એશિયાનું સૌથી ધનવાન ગામ, આ ગામના દરેક લોકો છે લાખોપતિ

ગુજરાતનો કલા, સંસ્કૃતિ ને વારસો તો એકલા કચ્છને જ મળ્યો હોય એવું લાગે છે. આખા ભારતમાં કચ્છ જેવી કલા ને કસબી ખૂણે ખૂણે ગોટો તો પણ મળશે નહી. કચ્છ એ ગુજરાતનો વારસો તો સાચવીને બેઠું જ છે. સાથે સાથે તેની બોલી, ભાષા ને કચ્છ પાસે પોતાનોય વારસો અઢળક છે.

આખા ગુજરાતમાં એકેય એવો જિલ્લો નથી જેને પોતાની આગવી ભાષા ને સંસ્કૃતિ હોય. આજે વાત આપણે કચ્છની જ કરવાની છે. પણ તેની સંસ્કૃતિની નહી. કચ્છના એક એવા ગામની જે ગુજરાતમાં નહી પણ આખા એશિયા ખંડમાં સૌથી ધનવાન ગામ છે. એ સમૃદ્ધ ગામનું નામ છે ‘ માધાપર’, હા, આ જ ગામની વાત અમે તમને કરવા જઈ રહ્યા છીએ.

કચ્છ જિલ્લાનું માધાપર ગામ આમ જોઈએ તો માત્ર 40 હજારની વસ્તી ધરાવતું જ ગામ છે. આટલી ઓછી વસ્તી ધરાવતું હોવા છ્તા આ ગામમાં 15 બેન્ક્સ છે. અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ ગામની બેન્ક્સ અને પોસ્ટમાં ગામની વસ્તી જેટલી જ કરોડોમાં ડિપોઝિટ જમા છે.

એક બે નહી પણ પૂરા પાંચ હજાર કરોડ જમા છે આ ગામલોકોના બેંકમાં. આવ્યો ને ઝાટકો ? હા, સાચે જ , અને એટ્લે એ આખા એશિયાનું પૈસાદાર ગામ સાબિત થયું છે. કેમકે ત્યાં દરેક વ્યક્તિ લાખો રૂપિયાની રકમ જમા છે બેંકમાં. એ તો ઠીક પણ આખા ભારતમાં આટલી બેન્કો શરવતું ગુજરાતનું આ એમમાત્ર ગામ છે. જે સૌ ગુજરાતી માટે ગર્વ લેવા જેવી વાત છે.

ગામમા પ્રવેશતા જ એની ભવ્યતાનો આવે છે ખ્યાલ :

એક સર્વે મુજબ હાલ માધાપર ગામની બેંકસ અને પોસ્ટ ની દીઠેલ જોઈને તો ખ્યાલ આવી ગયો, પરંતુ આ ગામમાં જેવા તમે પ્રવેશો એટ્લે તરત જ તમને મોટા મોટા બંગલોઝ જોવા મળસે. તેમજ આ ગામની અંદર બધાયેલ તમામ મકાનો પાસે ગાર્ડન ને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીંયા અંગ્રેજી માધ્યમની મોટી મોટી સ્કૂલ ને કોલેજો છે જે જતાં વેંત જ અહીની મોંઘી મોંઘી શિક્ષણ વ્યવસ્થાનો ખ્યાલ આવી જાય છે.

ઉપરાંત અહીની બજારોમાં શોપિંગ મોલ ને મોટી મોટી દુકાનોની હારમાળ જોવા મળશે.ઉપરાંત લાખોના ખર્ચે બંધાવેલ અદભૂત મંદિરો…

મોટાભાગના લોકો કરે છે વિદેશમાં વસવાટ :

આ ગામમાં ઉપર જણાવ્યુ એમ વસ્તી પૂરી 50 હજાર પણ નથી. પરંતુ આ ગામમાંથી ઘરદીઠ એક કે બે વ્યક્તિઓ પોતાનો વ્યવસાય વિદેશમાં જ કરે છે. ને ત્યાં જ સ્થાયી થઈ ગયા છે.

ને એટ્લે જ આ ગામના એક એક વ્યક્તિ દીઠ જો ગણતરી કરીએ તો 12 લાખથી વધુ રકમ બેન્ક કે પોસ્ટમાં ડિપોઝિટ હોય શકે છે.

દુબઈ અને આફ્રિકામાં વધારે વસ્યા છે માધાપર વાસીઓ :

આફ્રિકામાં અને દુબઈમાં વધારે ને વધારે કન્ટ્રક્શન સાઈડો ચાલતી હોવાથી આ સાઇટમા ગુજરાતીઓની માંગ વધારે છે. એટ્લે આ બે દેશમાં મોટેભાગે આ ગામના જ લોકો સ્થાઈ થઈ ગયા છે. આમ વિદેશમાં કમાઈને વતનમાં પોતાની મૂડીનું રોકાણ મોટેપાયે કરી રહ્યા છે આ ગામના લોકો. જેના કારણે આ ગામ આટલું સમૃદ્ધ બન્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *