ઈશા અંબાણીને સસરાએ લગ્ન પહેલા જ આપી કરોડોની ગિફટ, કિંમત જાણીને ચોંકશો

લગ્ન પછી નીતા અને મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીનું નવું સરનામું વર્લીમાં હશે, જ્યાં ત્યાં પોતાના પતિ આનંદ પીરામલની સાથે રહેશે. આમ જોવા જઇએ તો ઈશાનું પિયર એટલે અલ્ટામાઉન્ડ રોડ સ્થિત અંબાણી મેંશન દેશમાં સૌથી વધુ ચર્ચિત છે પરંતુ તેમની આ નવી હવેલી પણ ઓછી નથી.

જણાવવામાં આવી રહ્યું છે કે આનંદના પિતા અજપ પીરામલે તેને 452 કરોડમાં ખરીદ્યું હતું. ઈશા 12 ડિસેમ્બરે આનંદની સાથે લગ્નગ્રંથિમાં બંધાશે. ત્યારબાદ આ દંપતી વર્લી સી ફેસ સ્થિત પાંચ માળના બંગ્લામાં શિફ્ટ થઇ જશે, જેણે પીરામલે 6 વર્ષ પહેલા હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ પાસેથી ખરીદ્યું હતું.

આ આલીશાન બંગ્લો આખો 50 હજાર સ્કવૉયર ફીટમાં ફેલાયેલું છે. આ બંગ્લો આનંદના માતા-પિતા એટલે કે અજય અને સ્વાતિ પીરામલ તરફથી તેમના પુત્ર અને પુત્રવધૂને ભેટ તરીકે આપવામાં આવ્યો છે. તેના માટે તેમણે 10 સપ્ટેમ્બરે બીએમસી તરફથી સર્ટિફિકેટ પ્રાપ્ત કરી લીધું હતું. તમને જણાવી દઇએ કે, અજય પીરામલ દુનિયાભરમાં 10 અરબ ડોલરનો વેપાર સંભાળે છે જે ફોર્માસ્યુટિકલ, ફાઇનાશિયલ સર્વિસેસ, રિયલ એસ્ટેટ, આઈટી અને ગ્લાસ પેકેઝિંગમાં ડીલ કરે છે.

બંગ્લામાં છે લાઉંજ એરિયા
પાંચ માળના બંગ્લામાં બેસમેન્ટના 3 પ્લોર અલગથી છે જેમાંથી બીજા અને ત્રીજા માળે સર્વિસ અને પાર્કિંગ માટે છે. લેવલ 1 બેસમેન્ટમાં એક લોન, ઓપન એર વોટર બોડી અને એક ડબલહાઇટ મલ્ટી પર્પસ રૂમ છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં એક એન્ટ્રેસ લોબી છે અને ઉપરના માળમાં લિવિંગ અને ડાઇનિંગ હોલ, ટ્રિપલ હાઇટ મલ્ટીપર્પજ રૂમ, બેડરૂમ અને સર્ક્યુલર સ્ટડી રૂમ છે. બંગ્લાની ખાસિયત એ છે કે તેમાં લાઉંજ એરિયા પણ છે. તેના સિવાય ડ્રેસિંગ રૂમ અને સર્વેંટ ક્વોર્ટર પણ બનાવવામાં આવ્યું છે.

452.5 કરોડમાં ખરીદ્યું હતું ગુલીટા
આ બંગ્લો હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડના ટ્રેનિંગ સેન્ટરના એક પ્લોટમાં બનેલો છે જેનું નામ ગુલીટા હતું. તેને પીરામલે વર્ષ 2012માં 452.5 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતો. ત્યારબાદ તેમાં કંસ્ટ્રક્શનને લઇને વિવાદ થયા હતા, જો કે બાદમાં તમામ પ્રોબ્લેમ ઉકેલાઇ ગયા હતા. ત્યારબાદ 2015થી બંગ્લામાં નિર્માણ કાર્ય ફરીથી શરૂ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *