Google રાખે છે તમારી લોકેશન હિસ્ટ્રી, આવી રીતે કરો ડિલીટ

Google તમારી પર્સનલ લાઈફમાં અંદરસુધી પ્રવેશી ચૂક્યુ છે. લોકેશન, ઓડિયો, સર્ચથી લઈને ઘણા પ્રકારની જાણકારીઓ સતત ટ્રેક થાય છે. એમાં બે મત નથી કે તેને માટે તમે તેને પરમિશન આપો છો. તેમ છતા જો તમારો ટ્રેક રેકોર્ડ કંપનીની પાસે છે તો તે તમારા માટે મુશ્કેલી બની શકે છે. જો Google Maps યુઝ કરતા હો તો શક્ય છે કે તમારો દરેક મુવ Googleની પાસે સ્ટોર છે. તમે ક્યાં જાઓ છો, કેટલો સમય પસાર કરો છો અથવા કયું ટ્રાન્સપોર્ટ યુઝ કરો છો- આ પ્રકારની જાણકારી Google પાસે સ્ટોર હોય છે. પરંતુ, સારી વાત એ છે કે, જો તમે ઈચ્છો તો તેને ડિલીટ કરી શકો છો.

તેને ડિલીટ કરવા માટે તમારે Google Maps ટાઈમલાઈન પર જઈને પોતાના Gmail IDથી લોગ ઈન કરવાનું રહેશે. ત્યારબાદ તમે એ જોઈ શકશો કે તમે ક્યારે ક્યાં ગયા હતા. અહીં લોકેશન હિસ્ટ્રી આ આધાર પર આવે છે કે, તમે મોબાઈલમાં લોકેશન ઓન હતુ. Maps યુઝ કર્યો છે કે નહીં, તેનાથી કોઈ ફેર નથી પડતો, અહીં લોકેશન હિસ્ટ્રી દેખાશે જ.

જો તમે હિસ્ટ્રી ડિલીટ કરવા માંગતા હો તો, Google Maps ટાઈમલાઈન પર જવું પડશે. અહીં તમને ઘણા બધા ઓપ્શન્સ મળશે. અહીં મેનેજ લોકેશન હિસ્ટ્રીનો પણ ઓપ્શન હોય છે. અહીં ક્લિક કરવાથી તમને કેટલાક નવા ઓપ્શન્સ મળશે. અહીંથી તમે ઈચ્છો તો Google લોકેશન ટ્રેકિંગને અટકાવી શકો છે અથવા અહીં દરેક લોકેશન હિસ્ટ્રી કરવાનો પણ ઓપ્શન છે, જેનો ઉપયોગ કરીને તમે લોકેશન હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો.

તમે ઈચ્છો તો અહીં આપવામાં આવેલા એક્ટિવિટી પેજમાં જઈને લોકેશન હિસ્ટ્રીને ઓફ કરી શકો છો. જો તમને લોકેશન હિસ્ટ્રીની જરૂર હોય તો અહીંથી ઓન પણ કરી શકો છો. જણાવી દઈએ કે, લોકેશન હિસ્ટ્રીના આધાર પર Google તમને સજેશન આપે છે. આથી, જો તમે તમારી લોકેશન હિસ્ટ્રી ડિલીટ કરશો તો આવા સજેશન્સ મળવા બંધ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *