કોફી પીવાથી આ ગંભીર બીમારી તમારી આસપાસ પણ ફરકશે નહીં

રોજ ત્રણથી ચાર કપ કોફી પીવાથી ડાયાબીટીસ ટાઇપ-2નો ખતરો 25 ટકા સુધી ઓછો થઇ શકે છે. આ અભિપ્રાય એક શોધના પરિણામના આધારે પર આપવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર સાઇંટિફિક ઇન્ફોર્મેશન ઓન કોફી (ISIC)ની રિપોર્ટ આ વાત પર ભાર આપે છે કે કોફીના સેવન અને ડાયાબીટિસનો ખતરો ઓછો થવા વચ્ચે ઉંડો સંબંધ છે.

ટાઇપ- 2 ડાયાબીટિસના મામલા થયા ઓછા

ડાયાબીટિસ ટાઇપ-2 મામલામાં કોફી પીવાની અસર પુરૂષ અને મહિલા બન્નેમાં જોવા મળી છે. શોધમાં કેફીન રહિત કોફી પીવાથી પણ તે જ પ્રકારની પ્રતિરક્ષી અસર જોવા મળી છે. સ્વીડનના કારોલિંસ્કા ઇન્ટિસ્ટિટ્યૂટના એસોસિએટ પ્રોફેસર મેટ્ટિયસ કોલેસ્ટ્રોમે કહ્યું કે એકલું કેફીન નહીં, પરંતુ હાઇડ્રોક્સીસિનેમિક એસિડના કારણે આ અસર થાય છે. હાઇડ્રોક્સીસિનેમિક એસિડ્સમાં મુખ્ય રીતે ક્લોરોજેનિક એસિડ, ટ્રાજોનેલિન, કેફેસ્ટોલ, કોવિયોલ અને કૈફિક એસિડ હોય છે.

એક કરોડથી વધારે હરીફ પર થઇ રિસર્ચ

શોધના પરિણામ યુરોપીય એસોસિએશન ફોર સ્ટડી ઓફ ડાયાબિટીસના 2018માંલ જર્મનીમાં આયોજિત વાર્ષિક સંમેલનમાં રજૂ કરવામાં આવ્યાય અનુસંધાનકર્તાઓએ કુલ એક કરોડ 11 લાખ 85 હજાર 210 હરીફોને સામલે કર્યા અને 30 સંભવિત અભ્યાસની સમીક્ષા કરી. રિસર્તની માનીએ તો તેમા ઘણા ફેક્ટર્સ સામેલ છે. જેમ કે એન્ટીઓક્સિડેન્ટ ઇફેક્ટ, એન્ટી ઇંપ્લેમેટ્રી ઇફેક્ટ, થેર્મોજેનિક ઇફેક્ટ સહિતા ફેક્ટર્સ સામેલ છે. રિસર્ચની માનીએ તો 3-4 કપ કોફી રોજ પીવાથી ટાઇપ-2 ડાયાબિટીસનો ખતરો 25 ટકા સુધી ઓછો થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *