કોંકણી વિધિથી થયા લગ્ન, ચાર ફેરા ફરીને દીપિકા-રણવિર બન્યા પતિ-પત્ની જુવો વિડિયો

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનાં લગ્ન બોલીવુડનાં સૌથી રૉયલ લગ્ન માનવામાં આવી રહ્યા છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રણવીર અને દીપિકાએ ઇટાલીનાં લેક કોમોને બૂક કરવા માટે 1 કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચ કર્યા છે. દીપિકા અને રણવીર આજે કોંકણી રીતિ-રિવાજ પ્રમાણે લગ્નનાં બંધનમાં બંધાશે. લગ્ન પહેલા આ કપલે સગાઈ કરી હતી, ત્યારબાદ મહેંદી અને સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતુ. અત્યાર સુધી લગ્નની કોઈ તસવીર સામે આવી નહોતી.

કેટલાક સમય પહેલા સગાઈનો એક ફૉટો સોશિયલ મીડિયા પર લીક થઈ રહી છે. કેટલાક સમય પહેલા સગાઈની તસવીર લીક થઈ હતી. આ તસવીરમાં દીપિકાએ ઑફ વ્હાઇટ કલરનો શરારા પહેર્યો હતો. તો રણવીર સિંહે બ્લેક કલરનો કુર્તો પહેર્યો હતો. આ ડ્રેસ રણવીર અને દીપિકાએ પોતાની સગાઈ માટે પસંદ કરી હતી. તસવીરમાં જોવા મળી રહ્યું હતુ કે દીપિકા અને રણવીર ડાન્સ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રણવીરે પોતાની મહેંદી અને સંગીત સેરેમનીમાં ઢોલ પણ વગાડ્યો હતો.

આજે કોંકણી રીતિ-રિવાજ પ્રમાણે બંનેનાં લગ્ન થશે, ત્યારબાદ આ કપલ 21 નવેમ્બરનાં રોજ બેંગલુરૂ અને 28 નવેમ્બરનાં રોજ મુંબઈમાં રિસેપ્શન પાર્ટી આપશે. આ પહેલા દીપિકા અને રણવીરનાં લગ્નનાં બે વિડીયો સામે આવ્યા હતા. આ બંને વિડીયોમાં રણવીર સિંહ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *