જસદણ કુવરજી બાવળીયા સામે કોંગ્રેસ ભોળાભાઇ ગોહિલ નહીં આ વ્યક્તિને આપશે ટિકિટ

કુંવરજી બાવળીયાએ થોડા સમય પહેલા જ કોંગ્રેસનો હાથ છોડીનો ભાજપ નો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે હવે જસદણમાં પેટાચૂંટણી થવાની છે અને કોંગ્રેસમાં કોને ટિકિટ આપવામાં આવશે, તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી છે. કોંગ્રેસ તરફથી ભોળાભાઇ ગોહિલને ટિકિટ આપવામાં આવશે, તે વાતે ખૂબ જોર પકડ્યું હતું, પરંતુ હવે એવી વાત સામે આવી રહી છે કે, અવચર નાકિયાને કોંગ્રેસ જસદણ સીટ માટે ટિકિટ આપી શકે છે.

એક એહવાલ અનુસાર  કોંગ્રેસ દ્વારા 4 ઉમેદવારોની પેનલ નક્કી કરવામાં આવી હતી, જેમાં અવચર નાકિયાનું નામ નક્કી થઇ ગયું હોય, તેવી વાત સામે આવી રહી છે. જો કે આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત નથી થઇ. ઉલ્લેખનીય છે કે, નિયમોનુસાર કુંવરજી બાવળીયાના કોંગ્રેસ છોડ્યા બાદ જસદણ બેઠક ખાલી પડી છે અને નિયમ મુજબ ખાલી બેઠકમાં 6 મહિનાની અંદર ચૂંટણી કરવી પડે છે.

અવચર નાકિયાની વાત કરીએ તો 2015મા રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે અવચર નાકિયા બિનહરીફ વિજેતા થયા હતા.

ગત ચૂટણી માં જસદણમાં કુંવરજી બાવળીયા આટલા મતે જીત્યા હતા

ગુજરાતમાં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી થવાની છે ત્યારે ભાજપમાંથી  કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા નક્કી છે જ્યારે કોંગ્રેસ તેમની સામે મજબૂત ઉમેદવાર શોધી રહી છે, કેમ કે કુંવરજી બાવળીયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયા હતા અને 24 કલાકમાં મંત્રી બન્યા હતા. રાજકોટ જિલ્લાના જસદણમાં ભાજપે કુંવરજી બાવળીયાનું નામ સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે. પરંતુ કોંગ્રેસ હજુ દ્વિધામાં છે. સ્થાનિક નેતાઓ કહે છે કે પ્રદેશ નેતા નક્કી કરશે. જ્યારે પ્રદેશ શું કરે છે તેની કોઇને ખબર નથી.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુંવરજી બાવળીયા 9217 મતે ચૂંટણી જીત્યા હતા. 2012મા થયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઇ ગોહિલ ચૂંટણી જીત્યા હતા. તેમને 78055 મતો મળ્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ડો. ભરત બોઘરાને 67208 મતો મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર 10847 મતે જીત્યા હતા. કોંગ્રેસ છેલ્લી ચાર ચૂંટણી જીતી છે તેમાં જીતનું માર્જિન સરેરાશ 10 હજાર મતોનું છે. જસદણની બેઠક પર 2002થી કોંગ્રેસના ઉમેદવાર જ ચૂંટણી જીતે છે પરંતુ 2009મા યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ભરત બોઘરા ચૂંટણી જીતી ગયા હતા. કોંગ્રેસના ઉમેદવાર છેલ્લી ચાર ચૂંટણીમાં જીત્યા છે તેથી આ વખતે કુંવરજી બાવળીયાને મુશ્કેલી પડે તેમ લાગી રહ્યું છે, કારણ કે તેમણે પક્ષપલ્ટો કર્યો છે. જસદણમાં 230612 મતદારો હતા પરંતુ તેમાં હવે 10 હજાર મતદારોનો વધારો થયો છે.

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનું જાહેરનામું ગમે ત્યારે જાહેર થવાની સંભાવના છે. આ બેઠક પર કોંગ્રેસ પક્ષ માથી  કુંવરજી બાવળીયા ગત ચૂંટણીમાં વિજેતા થયા હતા, પરંતુ ચાલુ ટર્મે જ બાવળીયાએ કોંગ્રેસ માથી  ભાજપમાં જોડાતાં તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેતાં આ બેઠક ખાલી પડી છે. બાવળીયા હાલ રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી છે. તેમના વિજય ઉપર ભાજપનો તમામ દાવ છે. જ્યારે બાવળીયાનું પદ અને ભાજપની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *