ટેકનોલોજી

એન્ડ્રોઇડ ફોનમાં જલ્દી ઉતરે છે બેટરી? ગૂગલે બેટરી લાઇફ વધારવા આપી ખાસ સલાહ

ગૂગલે આખરે પુષ્ટિ કરી દીધી છે કે એન્ડ્રોઇસ્માર્ટફોન્સ ડાર્ક મોડ પર રાખવાથી બેટરીનો ઓછો વપરાશ થાય છે અને બેટરી લાઇફ વધેછે.

સ્લેગ ગીયરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ગૂગલે થોડી જાણતારી સાથે ખુલાસો કર્યો કે કઇ રીતે તમારો સ્માર્ટફોન બેટરી યુઝ કરે છે અને તે બેટરીના વધુ વપરાશને રોકવા માટે પોતાની એપ્સ પર કામ કરી રહ્યાં છે.

આ સાથે જ ગૂગલે ફોનમાં બેટરીનો વધારે વપરાશ રોકવા માટે ખાસ ટિપ્સ પણ આપી છે. ગૂગલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બેટરીના વધારે વપરાશનું કારણ સ્ક્રીનની બ્રાઇટનેસ અને સ્ક્રીનનો કલર પણ છે. ડાર્ક મોડ ઓપરેટિંગ સિસ્ટમ અથવા એપ્લીકેશનના કલરનને બદલીને બ્લેક કરી નાંખે છે.