જાણવા જેવું -ટિપ્સ

મીણબત્તીના આ ઉપાયથી માત્ર 3 દિવસમાં ફાટેલી એડી થઇ જશે મુલાયમ

શિયાળામાં ફાટેલી એડીની સમસ્યા ખાસ કરીને દરેક લોકોમાં જોવા મળે છે. કેટલાક લોકોની એડી એટલી ખરાબ રીતે ચીરા પડી ગયા હોય છે જેનાથી તે લોકોને ચાલવામાં પણ મુશ્કેલી થાય છે અને સાથે અતિશય દુખાવો પણ થાય છે. એડીમાં ચીરા પડી ગયા હોવાથી કેટલીક વખત લોકોની સામે શરમ અનુભવવી પડે છે. એવામા તમે ક્રીમ્સ તે અન્ય કેટલીક બજારમાં મળતી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી.

જો તમે તમારી એડીને મુલાયમ રાખવા માંગો છો તો અમે તમારા માટે એક સહેલો નુસખો લઇને આવ્યા છીએ. જેનાથી તમારી એડી એકદમ મુલાયમ થઇ જશે. તો આજે અમે તમને મીણબત્તીનો એક નુસખો જણાવીશું. જેનાથી તમારી એડી બિલકુલ કોમળ થઇ જશે. સાંભળવામાં આ વાત થોડીક અજીબ છે. પરંતુ ફાટેલી એડીને મુલાયમ બનાવવા માટે મીણબત્તી ખૂબ અસરકારક સાબિત થાય છે. તો આવો જોઇએ કઇ રીતે તેનો ઉપયોગ કરવો જોઇએ.

જરૂરી સામગ્રી

– નારિયેળ, બદામ કે સરસોનું તેલ
– કોઇપણ ગમતી મીણબત્તી
– કાચનો બોટલએ

મિશ્રણ તૈયાર કરવાની રીત

– સૌ પ્રથમ મીણબત્તીમાં આવેલી દિવેટને નીકાળી લો.

– હવે એક વાસણમાં નારિયેળ કે બદામ કે સરસોનું તેલ ગરમ કરવા માટે રાખો.

– હવે તેને ઠંડુ થવા માટે રાખી દો. ઠંડુ થયા બાદ આ મિશ્રણ વેસેલીનમાં પરિવર્તિત થઇ જશે.

– હવે આ મિશ્રણે સતત ત્રણ દિવસ સુધી તમારી ફાટેલી એડી પર લગાવીને બરાબર મસાજ કરો.

– તમને ફરક નજર આવવા લાગશે અને તમારી એડી પણ એકદમ કોમળ થઇ જશે.